DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ જિલ્લાના ભેસાણ કેશોદ અને મેંદરડા તાલુકાના ત્રણ પ્રતિભાશાળી તબીબોનું બેસ્ટ સફળ પ્રેક્ટિસ કરવા બદલ બહુમાન કરવામાં આવ્યું

Share to




જુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવી. ભાવનગર ખાતે રિજીયોનલ GRIP (Good and Replicable Innovation & Practice) સમિટમાં થયું બહુમાન.

ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. એમ. એસ અલી દ્વારા અતિ તેમજ મધ્યમ કુપોષિત બાળકો ને  સમુદાયિક સંભાળની નવતર પ્રયોગ બદલજુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવી. ભાવનગર ખાતે રિજીયોનલ GRIP (Good and Replicable Innovation & Practice) સમિટમાં થયું બહુમાન.

ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. એમ. એસ અલી દ્વારા અતિ તેમજ મધ્યમ કુપોષિત બાળકો ને  સમુદાયિક સંભાળની નવતર પ્રયોગ બદલ જાહેર આરોગ્ય કેટેગરીમાં પ્રથમ રનર અપ એવાર્ડ એનાયત કરવામાં આવી.

કેશોદ સરકારી હોસ્પિટલના અધિક્ષક શ્રી ડો. એસ. એસ. જાવિયા ને આશા ધરની સગવડ અને આશાને પ્રોત્સાહન આપીને કેશોદ સરકારી દવાખાનાની વિવિધ સેવાઓમા ગુણવત્તાસભર ફેરફાર લઇ આવી ને નવતર દાખલો પરું પાડવા બલલ મેડિકલ સર્વિસેસ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં આવ્યું.

ડો. પૂજા પ્રિયદર્શિની, તાલુકા હેલ્થ ઓફિસર મેંદરડાને જાહેર આરોગ્ય સેવાઓ ની કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેઓ એ  ગર્ભાધાન પહેલાં એલિજિબલ કપલની દેખરેખ અને સારસંભાળ થકી ગર્ભવતી સ્ત્રીઓમાં એનિમિયાના પ્રમાણ કેવી રીતે ધટાડી શકાય તેના છેલ્લા સતત ત્રણ વર્ષના ડેટા સાથે પોતાનું સફળ તેમજ પરિણામલક્ષી નવતર પ્રયોગ રજૂ કર્યું હતું.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed