DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ૫ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – 1, ૧૪,૮૦૦/- રોકડા રૂપિયા, રોકડ રકમ સહિતના સામાનનું પર્સ, કિંમતી સામાનનું બેગ, તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું પર્સ સહિત કુલ કિંમત રૂ. ૩૩,૩૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ નેત્રમ શાખા.

Share to



_જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ *જિલ્લા ઇન્ચા.પોલીસ વડા શ્રી બી.યુ.જાડેજા સાહેબનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે *૨૪*૭*મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંત ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે._
જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૫ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ મોબાઇલ ફોન, ૧૪,૮૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બેગ, રોકડ રકમ સહિતના સામાનનું પર્સ, તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું પર્સ સહિત *કુલ કિંમત રૂ. ૩૩,૩૦૦/વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV  કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
(૧) ઝાંસી સર્કલ ખાતે ૧૪,૮૦૦/- રોકડા રૂપિયા પડેલ ધ્યાને આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને સામેથી જાણ કરી ૧૪,૮૦૦/- રોકડ રૂપિયા પરત અપાવેલ.
જૂનાગઢ શહેરના ઝાંસી સર્કલ ખાતે રૂ. ૧૪,૮૦૦/- રોકડ રસ્તા પર પડેલ હોય જે ત્યાં ફરજ પર હાજર TRB જવાન કરીશ્માબેન બુખારીના ધ્યાને આવેલ. કરીશ્માબેને આજુબાજુ તપાસ કરેલ પરંતુ કોઈ વ્યક્તિ તે  રૂ. ૧૪,૮૦૦/- રોકડ શોધવા આવેલ નહીં અંતે કરીશ્માબેને તે રોકડ રૂપીયા નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ..
_નેત્રમ શાખા દ્વારા ઝાંસી સર્કલના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતાં એક અજાણ્યો મોપેડ ચાલકના ખીસ્સામાંથી તે રોકડ રૂપીયા પડી ગયેલ હોય. કોઇ વ્યક્તિના રૂ. ૧૪,૮૦૦/- રોકડ પડી ગયેલ છે તેવી કોઇ પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલ છે કે કેમ તેવી પણ તપાસ કરેલ નેત્રમ શાખા દ્વારા ઝાંસી સર્કલના કેમેરા ચકાસતા એક મોપેડ ચાલકના રૂપિયા ખિસ્સામાંથી પડી ગયાનું શોધેલ. જે આધારે વાહન રજી નંબર GJ-03-MN-2075 શોધેલ અને તે વ્યક્તિનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે વ્યક્તિએ જણાવેલ કે તેમનું નામ રાજુભાઇ હોય અને જૂનાગઢના રહેવાસી હોય પોતે સોપારી લે-વેચનો વેપાર કરતા હોય રાજુભાઇ ધંધાના કામે ઝાંઝરડા રોડ પર જતા હોય તે દરમ્યાન તેમના ખીસ્સામાંથી રૂ. ૧૪,૮૦૦/- રોકડ ક્યારે પડી ગયા તે બાબતનો તેમને ખ્યાલ જ ના હોય. તમે ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે મારા ખિસ્સામાંથી રૂપિયા ક્યાંક પડી ગયેલ._
_નેત્રમ શાખા દ્વારા રાજુભાઇને તેમના ૧૪,૮૦૦/- રોકડ રૂપિયા પરત અપાવેલ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવેલ અને સમગ્ર હકીકત જણાવેલ. તમામ હકિકત જાણી રાજુભાઇ ખુશ થઇ ગયેલ અને પોતાના ૧૪,૮૦૦/- રોકડ રકમ સામેથી સંપર્ક કરી પરત આપવા બદલ નેત્રમ શાખા પોલીસ સ્ટાફનો ખૂબ આભાર વ્યક્ત કરેલ.
અરજદાર મોતીબેન ચીમનભાઇ રાઠોડનું  ૫,૦૦૦/- રૂપિયા તથા અન્ય જરૂરી સામાન મળી કુલ રૂ. ૭,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ પર્સ શોધી પરત અપાવેલ
અરજદાર મોતીબેન ચીમનભાઇ રાઠોડ જૂનાગઢના વતની હોય. અને કૃષી યુનીવર્ષીટી ખાતે નોકરી કરતા હોય મોતીબેન જરૂરી કામ સબબ માંગરોળ જતા હોય મોતીબેન ઓટો રિક્ષામા બેસી ગાંધીચોક તરફ જતા હોય ગાંધીચોક ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને  માલુમ થયેલ કે તેમનુ ૫,૦૦૦/- રોકડ રૂપિયા તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૭,૦૦૦/- ની કિંમતનું પર્સ ઓટો રિક્ષામાં જ ભૂલાઇ ગયેલ હોય. મોતીબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા મળી આવેલ નહી મોતીબેન મધ્યમવર્ગીય પરીવારમાંથી આવતા હોય અને તે પર્સમાં ૫,૦૦૦/- રોકડ રૂપિયા હોય જે તેમના માટે ખૂબ મોટી રકમ હોય ખોવાયેલ પર્સ કેવી રીતે શોધવું??? જે બાબતથી મોતીબેન વ્યથીત થઇ ગયેલ હોય  નેત્રમ શાખા દ્વારા મોતીબેન ગાંધીચોક આવવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી મોતીબેનના ૫,૦૦૦/- રોકડ રકમ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૭,૦૦૦/- ની કિંમતનું પર્સ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં GJ-35-U-1200  શોધેલ જે આધારે તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ._
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પોતાના જ પરીવારના રૂપીયા ખોવાયેલ છે તેવું સમજી તાત્કાલીક પર્સ શોધી આપવા કરેલ અથાક પ્રયત્ન જોઇ મોતીબેન ખૂબ ખુશ થઇ ગયેલ તેમની આંખો હર્ષના આસું છલકાઇ આવેલ તથા મોતીબેને પોતાનું ૫,૦૦૦/- રોકડ રકમ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૭,૦૦૦/- ની કિંમતનું પર્સ શોધી આપવા બદલ નેત્રમ શાખાના સ્ટાફને આશીર્વાદ પણ આપેલ.
હાલમાં ઉનાળાનો તાપ ખૂબ જ હોય મોતીબેનને ચાલતા બસ સ્ટેન્ડ ના જવું પડે જેથી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના વાહનમાં મોતીબેનને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવેલ અને માનવતાનું ઉતમ ઉદાહરણ પણ પૂરું પાડેલ.
૩) અરજદાર લાલજીભાઇ જેઠાભાઇ ચૌહાણનો રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Samsung કંપનીનો મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ
અરજદાર લાલજીભાઇ જેઠાભાઇ ચૌહાણ ભાવનગરના વતની હોય અને જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય લાલજીભાઇ શક્કરબાગથી ઓટો રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન તરફ જતા હોય રેલ્વે સ્ટેશન ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Samsung કંપનીનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય લાલજીભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા કે મોબાઇલ ફોન મળી આવેલ નહી તે મોબાઇલ ફોનમાં તેમના જરૂરી ડેટા સેવ કરેલ હોય ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો લાલજીભાઇ ભાવનગરથી અહિં ફરવા આવેલ હોય અને અહિં તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા લાલજીભાઇ રેલ્વે સ્ટેશન જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ચેક કરી લાલજીભાઇ પોતાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Samsung કંપનીનો મોબાઇલ ફોન જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-07-TT-2444  શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા લાલજીભાઇનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Samsung કંપનીનો મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ જણાવેલ. આમ *નેત્રમ શાખા દ્વારા અરજદાર લાલજીભાઇ જેઠાભાઇ ચૌહાણનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Samsung કંપનીનો મોબાઈલ ફોન તાત્કાલીક શોધી પરત અપાવેલ._ 
(૪) અરજદાર નવીનકુમાર પવનભાઇ જૈનનું રૂ. ૧,૫૦૦/- કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ
અરજદાર નવીનકુમાર પવનભાઇ જૈન મુંબઇના વતની હોય અને તેમના પરીવાર સાથે જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય નવીનકુમાર તથા તેમનો પરીવાર સકકરબાગથી ઓટો રિક્ષામાં બેસી સરદારબાગ તરફ જતા  હોય. સરદારબાગ ખાતે ઓટોરિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેઓનું રૂ.૧,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઇ ગયેલ છે જે બેગમાં નવીનભાઇનો તમામ જરૂરી સામાન તેમજ તેમના માતાની દવાઓ પણ હોય નવીનભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા મળી આવેલ નહિ નવીનભાઇ તથા તેમનો પરીવાર મુંબઇથી અહિં ફરવા આવેલ હોય અને આવી રીતે અગત્યની દવાઓ સાથેનું બેગ ખોવાતા નવીનભાઇ તથા તેમનો પરીવાર ચિંતીત થઇ ગયેલ તે બેગમાં રહેલ દવાઓ મળવી તેમના માટે ખૂબ જ જરૂરી હોય તે દવાઓ અહિં મળવી પણ મુશ્કેલ હોય ખોવાયેલ બેગ કેવી રીતે શોધવી??? જે બાબતથી નવીનભાઇ વ્યથીત થઇ ગયેલ હોય  નેત્રમ શાખા દ્વારા નવીનભાઇ સરદારબાગ જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી નવીનભાઇનું  રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી નં GJ-13-AV-3772 શોધેલ જે આધારે તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર નવીનભાઇ જૈનનું રૂ. ૧,૫૦૦/- ની  કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ
(૫) અરજદાર દિવ્યરાજસિંહ ચૌહાણનું ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ સહિતનું ખોવાયેલ પર્સ શોધી પરત અપાવેલ
અરજદાર દિવ્યરાજસિંહ ચૌહાણ જૂનાગઢના વતની હોય અને તેમના પત્ની સાથે ઝાંઝરડા રોડ ખાતે ખરીદી કરવા ગયેલ હોય દિવ્યરાજસિંહ તથા તેમના પત્ની ખરીદી કરી પરત ફરતા હોય તે દરમ્યાન તેમની પત્નીનું ઓરીજન ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે પર્સમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબીટ કાર્ડ, આર.સી. બુક, રોકડ રૂપીયા જેવા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય દિવ્યરાજસિંહ તથા તેમના પત્ની જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ પર્સ મળી આવેલ નહિં તે પર્સમાં તેમના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ હોય જેથી પર્સ મળવું તેમના માટે ખૂબ જરૂરી હોય ખોવાયેલ પર્સ કેવી રીતે શોધવુ??? જે બાબતથી દિવ્યરાજસિંહ વ્યથીત થઇ ગયેલ હોય  નેત્રમ શાખા દ્વારા દિવ્યરાજસિંહ તથા તેમના પત્ની ઝાંઝરડા રોડથી પરત ફરતા સમયે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા દિવ્યરાજસિંહનું ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ ઝાંઝરડા રોડ પર પડતુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ  નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા દિવ્યરાજસિંહનું ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ મળી આવેલ *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર દિવ્યરાજસિંહ ચૌહાણનું  ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ તાત્કાલીક શોધી પરત અપાવેલ
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ *CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી
ઝાંસી સર્કલ ખાતે ૧૪,૮૦૦/- રોકડ રૂપિયા પડેલ ધ્યાને આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને સામેથી શોધી વિગત જણાવેલ અને તેમના રૂપિયા પરત કોઈ અરજી કરવા અરજદાર આવે એ પહેલા જ સામેથી બોલાવી પરત આપેલ.
અરજદાર મોતીબેન ચીમનભાઇ રાઠોડનું રૂ. ૫,૦૦૦/- રોકડ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૭,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ પર્સ
અરજદાર લાલજીભાઇ જેઠાભાઇ ચૌહાણનો રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Samsung કંપનીનો મોબાઈલ ફોન
અરજદાર નવીનકુમાર પવનભાઇ જૈનનું રૂ. ૧,૫૦૦/- કિંમતના સામાનનું ખોવાયેલ બેગ અરજદાર દિવ્યરાજસિંહ ચૌહાણનું ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ સહિતનું ખોવાયેલ પર્સ

શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને ૫ અરજદારોને તેમના કિંમતી મોબાઇલ ફોન, ૧૪,૮૦૦/- રોકડ રૂપિયા, કિંમતી સામાનનું બેગ, રોકડ રકમ સહિતના સામાનનું પર્સ, તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું પર્સ સહિત *કુલ કિંમત રૂ. ૩૩,૩૦૦/- સહિતના સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી તેમના કિંમતી મોબાઇલ ફોન, ૧૪,૮૦૦/- રોકડ રૂપિયા, કિંમતી સામાનનું બેગ, રોકડ રકમ સહિતનું પર્સ, તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું પર્સ શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…_

જૂનાગઢ જીલ્લા ઇન્ચા. પોલીસ વડા શ્રી બી.યુ.જાડેજા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ૫ અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોન, ૧૪,૮૦૦/- રોકડ રૂપિયા, કિંમતી સામાનનું બેગ, રોકડ રકમ સહિતના સામાનનું પર્સ, તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું પર્સ સહિત કુલ કિંમત રૂ. ૩૩,૩૦૦/- નો મુદામાલ પરત કરેલ હતો.

સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ:-_
પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, વિક્રમભાઇ જીલડીયા, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, વિજયભાઇ છૈયા, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, એન્જીનીયર મસઉદઅલીખાન પઠાણ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed