* બાઇકચાલક યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો-યુવકને ગંભીર ઇજા
તા.૧૭-૦૩-૨૦૨૫ નેત્રંગ.
નેત્રંગ તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે.તાજેતરમાં બે બાઇક અથડાતા નીચે પડેલ બાઇક સવાર યુવતી બાજુમાં ચાલતી બસ નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.ત્યારે અકસ્માતોની પરંપરા યથાવત રહેતી હોય એમ એક મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા મોટરસાયકલ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.જેમાં નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામે રહેતો પ્રજ્ઞેશ વસાવા નામનો ૨૫ વર્ષીય યુવક તેના મિત્રની મોટરસાયકલ લઇને નેત્રંગ માંડવી રોડ પરથી જઇ રહ્યો હતો.જે દરમિયાન ચાસવડ અને ઝરણાવાડી વચ્ચે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની મોટરસાયકલ રોડની બાજુમાં આવેલ એક ઝાડ સાથે અથડાઇ હતી. મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા પ્રજ્ઞેશ મોટરસાયકલ સહિત નીચે પડી ગયો હતો.આ અકસ્માતમાં પ્રજ્ઞેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બેભાન થઇ ગયો હતો.પ્રજ્ઞેશને માથા અને મોઢાંના ભાગે ઇજા થયેલ હોઇ તેના મોઢાંમાંથી લોહી નીકળતું હતું.ઘટનાની જાણ તેના પરીવારને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઇજાગ્રસ્ત પ્રજ્ઞેશને નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા