ઝગડીયા / ભરૂચ
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આજરોજ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકા માં ઉમલ્લા,રાજપારડી,ઝગડીયા સહિત તાલુકાના અનેક ગામો માં 225 mi જલારામ જયંતી નિમિતે ઠેર ભંડારા તેમજ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા જલારામ બાપા ના મંદિરો માં ભક્તો દ્વારા ડોલ નગારા સાથે જલારામ બાપા ની પાલખી સહિત શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો આજ રોજ ૨૨૫ મી જલારામ જયંતિ નિમિતે ભકતો દ્વારા ઉમલ્લા જલારામ મંદિરે બાપા ની કેક કાપી હરકે વર્ષની જેમ પરંપરાગત ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ જલારામ બાપા ના મંદિરો માં પ્રાતઃ,આરતી પાદુકા પૂજન,મંગળા આરતી તેમજ મહાઆરતી અને મહા પ્રસાદીનું આયોજન આયોજકો તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ ધન્યતા અનુભવી હતી…
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર