November 21, 2024

ઝઘડિયા જીઆઈડીસીમા આવેલી એસ.એસ.કેમિકલ્સ કંપનીમા ગેસ ગળતરની ઘટના બની કામદારો માં નાશભાગ મચી જવા પામી ….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ તેમજ ગેસ લીકેજ થયા ને બનાવો બની રહ્યા છે, જોકે કેટલીક કંપનીઓમાં આગને કાબુ કરવા માટે ફાયર સેફ્ટીની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ હોતી નથી, તો આવા સમયે કોઇ કામદારોને જાનહાની થાય તેની જવાબદારી કોની રહેશે તેવા પ્રશ્નો હાલ ચર્ચાઇ રહ્યા છે.

ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૮૨૭/૭ માં એસ.એસ કેમિકલ કંપની આવેલ છે., કંપની માં કામ કરતાં એક કામદારના જણાવ્યા અનુસાર કંપનીમા ગઈકાલે ચાલુ બેચ દરમીયાન એમ.એલ નુટલ થયો હતો યે સમયે કામદાર દ્વારા કોસ્ટિક નાખવામાં મોડુ થતા એમ.એલની ટેન્ક માંથી ગેસલીકેજ થવાની ઘટના બની હતી, ઝઘડિયાની એસ.એસ. કેમિકલ કંપનીમાં મોટા પાયે ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળયુ હતુ,

ગેસ લિકેજની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ના હતી તેમ કંપનીમા કામ કારતા એક કામદાર દ્વારા જણાવામા આવ્યુ હતુ પરંતુ કંપનીમાં કોઈ કામદારને ગેસ લિકેજની ઘટનામાં જાનહાની થઈ છે કે નહીં તે તો તપાસમાં જ બહાર આવશે, કંપની ની આવી ગંભીર બેદરકારી થી કામદારોમાં ભયનો માહોલ ઊભો થયો હતો, જાણવા મળતી માહિતી મુજબ કંપનીના ગેટની અંદર કંપની દ્વારા બાંધકામ કરી રૂમ બનાવવામાં પણ આવ્યા છે જેમાં કામદારોને રાખવામા આવે છે અને રાત દિવસ તેઓ ને કામ કરાવવામાં આવે છે તો કંપનીમાં આવી ગેસ લીકેજની ઘટના અથવા આગ લાગવાની ઘટના બને તો કામદારોને જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ?


Share to

You may have missed