રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી આવતી હોય ત્યારે તે દિવસ પૂરતું જ નેતાઓ તેમજ આમ જનતાને દેશભક્તિ નો વિચાર આવતો હોઈ છે…તો અન્ય દિવસોમાં પ્રતિમાઓ ની સાફ સફાઈ નું શુ ?
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામની મધ્યમાં પાણેથા,અવિધા,ઉમલ્લા સહિત ના ગામોના સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી ચડવળમાં યોગદાન આપીયું હોઈ તેવા સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારીની યાદ માટે નામોનું એક સ્મારક ઉમલ્લા બઝારની મધ્ય માં મુકવામાં આવ્યું છે જ્યાં ગામનો કચરો ઠલવાઈ રહ્યો છે અને સ્મારક ની અંદર ઝાડી જાંખરા ઉગી નીકળતા તેની સફાઈ કરવામાં ન આવતા સ્મારક ની પાસે ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમજ આ સ્મારક ની જાળવણી સહિત સફાઈ પણ કરવામાં આવી નથી જેનો રખરખાવ જેતે ગ્રામપંચાયત તેમજ આમ નાગરિકો એ રાખવાની નૈતિક ફરજ હોય છે પરંતુ ત્યાં હાલ ગામનો કચરો નાખવામાં આવી રહ્યો હોઈ તેવા દ્રશ્યો નજરે ચડ્યા છે માત્ર 15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી આવતી હોય ત્યારે તે દિવસ પૂરતું જ નેતાઓ તેમજ આમ જનતાને દેશભક્તિ નો વિચાર અથવા દેશ માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્યાર જાગતો હોય તેમ ફૂલના હાર તેમજ જે તે જગ્યા ને સાફ-સફાઈ કરી સંતોષ માની લેતા હોઈ છે અને અમુક લોકો પોતે કોઈક સારુ કામ કરી ધન્યતા અનુભવતા હોઈ છે પરંતુ એક દિવસ પૂરતું આવી જગ્યા ની સફાઈ કરી વર્ષ ના અન્ય દિવસો માં ત્યાં થી પસાર થતા આ મહાનુભવો આ દિશા માં જોતા સુધા નથી હોતા કે ત્યાં શુ પરિસ્થિતિ છે 15મી અગષ્ટ હોઈ કે 26મી જાન્યુઆરી ના દિવસે કેટલાક પોતાને મહાન સમજી જાને તેઓ એક માત્ર દેશભક્ત હોય તેવી સેખી હાંકતા તેઓ મોટા પાયે પ્રચાર પ્રસાર કરતાં નજરે ચડતા હોય છે અને તેમને આ કરેલ કામગીરી બાબતે આજના યુગમાં સોશિયલ મીડિયા ઉપર વાહ વાહી લૂંટવા માટે ઘણા બધા ફોટો તેમજ દેશભક્તિ ના સ્લોગનો લખી અને ફોટો અપલોડ કરી અને લોકોની સહનાભૂતિ લાઈક કમેન્ટ લેતા હોઈ છે ત્યારે 15 મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી ના દિવસો પસાર થયા બાદ ની જે તે જગ્યા ઉપર ની વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર આવા કહેવાતા દેશભક્તો ઉપર ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા કરતી હોઈ છે..અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કેટલાક જાહેર જગ્યા ઉપર સ્વાતંત્રય સેનાનીઓઓ ની પ્રતિમાઓ લગવામાં આવી છે પરંતુ આ પ્રતિમાઓ લગાવ્યા બાદ તેની જાળવણી તેમજ સાફસફાઈ જરુરી હોઈ છે કેટલાક કિસ્સા માં કોઈક જાહેર કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમો હોઈ જેમાં કેટલાક સઁગઠનો દ્વારા જે તે કાર્યક્રમ ના દિવસે આનંદ ફાંણદ માં આવી પ્રતિમા તેમજ ત્યાં વિસ્તાર ની સફાઈ કરવામાં આવતી હોઈ છે અને પ્રતિમા ઉપર ફૂલ્હાર ચડાવી તેઓ નત્મસ્તક થઈ આશીર્વાદ પણ લેતા નજરે ચડતા હોઈ છે પરંતુ તેના બીજા દિવસ આવા લોકો ની દેશભક્તિ ક્યાં ખોવાઈ અથવા ભુલાઈ જતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.ત્તયારે ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામે ગ્રામપંચાયત તેમજ ગામના આગેવાનો સહિત ગ્રામલોકો સ્વાતંત્ર્ય સેનાનીઓ ના નામોંની પ્રતિમાની સફાઈ કરી જાગૃપ બને તેમજ તેની જાળવણી કરવામાં આવે તેમજ સફાઈ પ્રત્યે સપથ ગ્રહણ કરે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ બાબતે કોઈ સામાજિક સંસ્થા,ગ્રામપંચાયત,આગેવાનો આગળ આવશે કે પછી જે ની તે સ્થિતિ બની રહેશે તે જોવું રહ્યું….!
More Stories
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ
* નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાના હુમલાથી ૧૦ વષીઁય દીકરીનું કરૂણ મોત * માસુમ દીકરી બકરા ચરાવવા ગઇ ત્યારે દીપડાએ હુમલો કરતાં ચકચાર * વનવિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ——- રાષ્ટ્રીય એકતા દિવસ,૨૦૨૪ -SOU ખાતે નવું નજરાણું: સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત સમગ્ર પ્રવાસન સ્થળોએ રંગબેરંગી લાઇટિંગથી ચારે બાજુ રોશની