ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા :વાઘપુરા ગામે અજય ભાઈ ચુનીલાલ વસાવા નામના વ્યક્તિ દ્વવારા ગયા જૂન મહિનામાં દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ પંચાયતની હદમાં સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિવિધ વિકાસના કામો અંગેની માહિતી માંગી હતી…. પરંતુ માહિતી માંગનારને તલાટી દ્વવારા માંગવામાં આવેલ માહિતી આપવામાં ના આવતા અરજદારે ઝગડીયા તાલુકા વિકાસ અધિકારી ને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ 2005 ના નિયમ હેઠડ કરી હતી અપીલ..
આ અપીલના સંદર્ભે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલ માહિતી મળી ન હોવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાખવામાં આવેલ ત્રણેય સુનાવણીમાં અરજદાર અજય વસાવા હાજર રહ્યો હતો…
જ્યારે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના માહિતી અધિકારી અને તલાટી કમમંત્રી ત્રણેવ સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. જેથી દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી ક્રમમંત્રી ત્રણે સુનાવણીમાં હાજર નહીં રહેતા જાહેર માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદારે માંગેલ માહિતી 15 દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવા જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દુમાલા વાઘપુરાના તલાટીને આદેશ કરવામાં આવ્યો હતો….
#DNSNEWS REPORT
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.