October 8, 2024

જુનાગઢ પોલીસના ઉપક્રમે”Happy street” કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓને બિરદાવી પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવ્યું

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન મુજબ તા.૨૨/૦૯/૨૦૨૪ ના જૂનાગઢ જીલ્લાની જાહેર જનતા માટે કે.જે.હોસ્પિટલ ગૃપ, જૂનાગઢ તથા જૂનાગઢ પોલીસના સંયુકત ઉપક્રમે લોક જાગૃતિ લાવવા તથા ડ્રગ્ઝ વિરોધી ઝુંબેશના ભાગરૂપે “Happy Street“ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જીલ્લાના લોકોએ ભાગ લીધેલ હતો. આ સમગ્ર કાર્યક્રમમાં જૂનાગઢ પોલીસ તરફથી પોલીસ પરેડ, હોર્સ પરેડ, પોલીસ બેન્ડ, વુમન પ્લાટુન, એસ.પી.સી. કેડેટ્સ દ્વારા માર્ચ પરેડ કરવામાં આવેલ, તથા આ કાર્યક્રમમાં હથિયાર પ્રદર્શન, મહિલા સલામતી અવેરનેસ અંગેના બેનર, સીનીયર સીટીઝન અવેરનેસ પ્રોગ્રામ અંગેના બેનર તથા દાદા-દાદી પ્રોજેકટના બેનરો તથા ડ્રગ્ઝના દુષણને લોકોને ડામવા તથા સાયબર ક્રાઇમ માટે લોકોમાં જાગૃતિ લાવવા અંગેના બેનરો લગાવી ખુબજ વિશાળ પ્રમાણમાં જનમાનસ સુધી અવેરનેસ આવે તે બાબતે નું આયોજન કરવામાં આવેલ હતુ.

આ સમગ્ર કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓને સોપવામાં આવેલ તમામ જવાબદારીઓ સતર્કતા અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવી તેમજ પોતાના તાબાના પોલીસ જવાનો પાસે પરીણામલક્ષી કામગીરી કરાવી તે બદલ પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed