November 27, 2024

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે BSFના DG શ્રી દલજીતસિંગ ચૌધરીએ એકતાનગરની મુલાકાત કરી ઉજવણી અંગે સ્થળ નિરીક્ષણ કર્યું

Share to

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી- ૨૦૨૪ની પૂર્વ તૈયારીઓ

એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સમગ્ર કાર્યક્રમ સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી
—–
રાજપીપલા, બુધવાર :- આગામી તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી થનાર છે, તે પૂર્વે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે આજે BSFના DG શ્રી દલજીતસિંગ ચૌધરી મુલાકાતે પધાર્યા હતા. તેઓશ્રીની સાથે શ્રી અભિષેક પાઠક અને શ્રી વિકાસ સિંઘ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાતા કાર્યક્રમ સ્થળોનું નિરિક્ષણ કરી બાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને એકતા દિવસ ઉજવણી સમિતિના અધિકારીશ્રીઓ સાથે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.

શ્રી દલજીતસિંગ ચૌધરી વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે યોજેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. પરેડ સંદર્ભે અધિકારીશ્રીઓના મંતવ્યો-વિચારોની આપ-લે કરી કાર્યક્રમમાં થનારા બદલાવ અને નવી બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાને મૂકવા અંગેના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજરોજ તા.૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયેલી આ બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, SoUADTGAના અધિક કલેક્ટર સર્વશ્રી ગોપાલ બામણીયા અને શ્રી નારાયણ માધુ, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, BSF અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed