September 8, 2024

SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધ ના એલાનમાં અંબાજી થી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું.

Share to

નામ. સુપ્રિમ કોર્ટના અનુસુચિત જાતિ અને જનજાતિ ને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો અમે વિરોધ કરીયે છીયે: ચૈતર વસાવા

1 ઓગસ્ટ2024 ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડ ની 7 જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ ને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો. જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે.નામ સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુળ સંવિધાનના ઉલ્લઘન થાય છે.સંવિધાન ની ધારા 341 તથા 342 મુળ સિદ્ધાંતો માં ઘટાડો કે વધારો કારવાની અધિકાર માન. રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામ. સુપ્રિમ કોર્ટ ના આ અધિકાર રાજ્ય સરકાર ને આપવાના ગેરસંવિધાનિક નિર્ણય ને લઇને સમગ્ર દેશના SC-ST ના સામાજીક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધ ને એલાન આપવામાં આવ્યું. જેને લઇ ગુજરાતના તમામ સામાજીક-રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથે ની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાત માથી અમે સૌ લોકો એ સમર્થન જાહેર કરી અંબાજી થી ઉમરગામ સુધી ના આદિવાસી વિસ્તારો ને બંધ પાળવાનું આહવાન કર્યું.જેને પગલે આજે અંબાજી થી લઇ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય-વર્ગ ના લોકો એ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિત ના બજારો એ સજ્જડ પાડી સમર્થન કર્યું છે.


Share to

You may have missed