November 21, 2024

ઝઘડિયા GIDC ની ફાર્મસન કંપનીના કામદારો પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતરયા..ફાર્મશન કંપની ની સુરક્ષા માટે કંપની સત્તાધીશઓ દ્વવારા પ્રાઇવેટ કંપની ના બાઉન્સરો પણ ખડકી દેવાયા…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જી આઇ ડી સી માં આવેલી ફાર્મશન કંપનીના પચાસ થી વધુ કામદારો છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતર્યા હતા… કંપની માં કામદારો એ તેઓ ની સમસ્યા અંગે જણાવ્યું હતું કે કેટલાક સમયથી તેમને પગાર સહિત ઓવર ટાઇમ નો પગાર પણ આપવામાં આવતો નથી અને કંપનીમાં પાણીની કોઇ જાત ની સુવિધાઓ નથી તેમજ કંપનીમાં મૂળભૂત સુવિધા જેવી કે કેન્ટીન ટોયલેટ બાથરૂમ સહીત ની સુવિધા નો અભાવ છે… ટોયલેટ પણ છે તે પણ એકજ હોવાથી લેડીઝ ને પણ એકજ ટોયલેટ ઉપયોગ માં લેવું પડે છે….આટલી મોટી સઁખ્યા માં કામ કરતા કામદાર એકજ ટોયલેટ કેવી રીતે યુઝ કરી શકે છે…

હાલતો કેન્ટીન પણ ના હોવાથી વિના ટિફિન આવતા કામદારોને રોજ ભુખા પેટે પણ કામ કરવાનો વારો આવે છે… ફાર્મસન કંપની ના કામદારો હાલ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોવાથી કોન્ટ્રાકટર દ્વારા કામદારોનુ ખુબ શોષણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું,અને કંપની માં કોન્ટ્રાકટર પણ મથભારે હોવાથી કામ કરતા વર્કર ને કામકરવું હોઈ તો કરો નહિતર નોકરી છોડી બીજે જાવ.. તેમ કહેવાતું હોઈ તેમ જણાવી રહ્યા છે…..

હાલ તો ફાર્મશન કંપની માં કામ કરતા વર્કર નું કેહવું હતું કે કેટલાય સમય થી કોન્ટ્રાકટર અને કંપની દ્વવારા તેઓ ના ઓવરટાઈમ અને પગાર ના વેતન માં ગડબડી કરી લાખો રૂપિયા વર્કર ના સેલરી માંથી કટ કરી તેઓ ને ઓછો પગાર આપવામાં આવે છે અને પગાર સ્લીપ માં પૂરો પગાર દર્શાવી તેના કરતા પણ ઓછો પગાર આપવામાં આવતો હોવાનું વર્કર દ્વવારા જણાવાયું હતું.

હાલ તો તમામ કામદારો શાંતિ થી હડતાલ કરી કંપની મેનેજમેન્ટ સામે તેઓ ની માંગણીઓ કરી રજુઆત કરી રહ્યા છે પરંતુ જો કંપની દ્વારા તેઓ ની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ કામ પર ના આવતા ગેટની બહાર જ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તેમજ ઝઘડિયા મામલતદાર અને ભરૂચ કલેકટર સહિત લગતા વળગતા વિભાગ ને લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું…


Share to

You may have missed