October 8, 2024

નર્મદા જિલ્લામાં ટુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની નવી સીરિઝ માટે ઓનલાઈન રિ-ઓકશન તા.૧૭ મી ઓગષ્ટ-૨૦૨૪થી શરૂ કરાશે

Share to

રાજપીપલા,મંગળવાર :- સહાયક પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજપીપલા (નર્મદા) દ્વારા ટુ-વ્હીલર તેમજ ફોરવ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લેગતી હાલની સિરિઝનું રિ-ઓક્શન કરવામાં આવનાર છે. જેમાં ટુ વ્હીલર માટે GJ22Q, GJ22R, GJ22S, ફોર વ્હીલર વાહનો માટે GJ22H, GJ22P, ટ્રાન્સપોર્ટ માટે GJ22U તેમજ 3 વ્હીલર માટે GJ22V સીરિઝનું રી-ઓક્શન તા.૧૭/૦૮/૨૦૨૪થી શરૂ કરવામાં આવનાર છે. આ ઓક્શનમાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું ઈન્સપેક્શન કરાવીને http://parivahan.gov.in/fancy પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રિ-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલી પ્રક્રિયા તેમજ સૂચનાઓ અનુસરવાની રહેશે.

અરજદારે અરજી કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈને તેમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવાનું રહેશે. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવી ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. જેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવાનો રહેશે. હરાજીમાં નંબર મેળવ્યા બાદ “૫” (પાંચ) દિવસમાં હરાજીની બાકીની રકમ ભરપાઈ કરવાની રહેશે અને હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથી એપ્રૂવલ લઈ નંબર મેળવી લેવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

નવી સીરિઝનના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૭/૦૮/૨૦૨૪ના સાંજે ૦૪:૦૦ કલાકથી તા.૧૯/૦૮/૨૦૨૪ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન (રજીસ્ટ્રેશન) કરવાની રહેશે. તેમજ તા.૧૯/૦૮/૨૦૨૪ના સાંજે ૪:૦૦ કલાકથી ૨૧/૦૮/૨૦૨૪ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં ભાગ લેવાનો રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી-નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed