November 27, 2024

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 68મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાઓ ચાલી રહી છે જેમાં આશ્રમ શાળા સામરપાડા ના બાળકો એ ભાગ લીધો હતો.

Share to

તાલુકા કક્ષાએ વય જૂથ 14 ભાઇઓ એથ્લેટીકમા 200 મીટર અને 400 મીટર દોડમાં તેમજ ચક્ર ફેંક માં ક્વોલિફાઈ થયા અને જીલ્લા કક્ષાએ ભાગ લેવા ગયા. જ્યાં એથ્લેટીકમા આશ્રમ શાળા સામરપાડા નો વિદ્યાર્થી વસાવા સંતેષભાઈ ધનજીભાઇ જે ડેડીયાપાડા તાલુકા ના ખૂબ જ અંતરિયાળ ગામ વાઘઉમર ગામનો છે . ઘરની પરિસ્થિતિ પણ સારી નથી ખૂબ ગરીબ ઘરમાંથી આવે છે. જે તાલુકા કક્ષાએ 400 મીટર અને 200 મીટર માં પ્રથમ આવતા જીલ્લા કક્ષાએ રમવા જવાનું હોવાથી બાળકને શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા બુટ અને ટ્રેક સુટ લઈ આપવામાં આવ્યા પરંતુ બુટ ક્યારેય પહેર્યા ન હોવાથી બુટ પહેરીને દોડવામાં તકલીફ પડી. પરંતુ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યા કે દોડના ટ્રેક પર બુટ પહેરીને જ દોડવું પડશે જેથી બુટ પહેરીને બાળકે પ્રેક્ટિસ કરી અને જીલ્લા કક્ષાએ 400 મીટર દોડમાં પ્રથમ અને 200 મીટર દોડમાં દ્વિતીય નંબરે આવ્યો. હવે એ બાળક રાજ્ય કક્ષાએ રમવા જશે

ર્મદા જિલ્લાના આદિજાતિ વિકાસ અધિકારી અને આશ્રમ શાળા અધિકારી શ્રી આર.આર વસાવા સાહેબ દ્વારા વિધાર્થીને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી શુભેચ્છાઓ આપી અને આશ્રમ શાળા સામરપાડા ના પરિવાર ને અભિનંદન પાઠવ્યા.


Share to

You may have missed