October 9, 2024

*ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમા હાંસોટ ખાતે આગામી તા.૧૩ ઓગસ્ટના રોજ યોજાશે તિરંગા યાત્રા*

Share to

*હર ઘર તિરંગા અભિયાન*
**
*સ્વાતંત્ર્ય દિન પૂર્વે જન જનમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા ઉમદા આશયથી હર ઘર તિરંગા યાત્રા યોજાશે*

ભરૂચ-સોમવાર- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
જે અન્વયે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તા.૧૩ ઓગસ્ટના રોજ સવારે જીન કંપાઉન્ડ, હાંસોટથી તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા જીન કંપાઉન્ડથી પ્રસ્થાન કરી પ્રાથમિક કુમાર શાળા ખાતે સંપન્ન થશે.
આ તિરંગા યાત્રામાં કલેક્ટરશ્રી તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ , ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, જિલ્લા/ તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચશ્રીઓ, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ હાજર રહેશે.

જિલ્લામા ૧૫,૦૦૦ થી વધારે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે. આ યાત્રામાં પોલીસ બેન્ડ જવાનો માર્ચ કરશે. NCCના કેડેટ્સ, બાળકો વિવિધ વેશભૂષામા કૃતિઓ પરફોર્મ કરશે.
તિરંગા યાત્રામા ફોર વ્હીલર્સ, ૫૦ પોલીસ બાઈક, તિરંગા સેલ્ફી પોઈન્ટ્સ મૂકવામાં આવશે. જેથી યુવાનોએ તિરંગા સાથે સેલ્ફી લઈને harghartiranga.com પર અપલોડ કરવા વિનંતી છે. આ યાત્રા દરમ્યાન બજારમા વેપારીઓ તિરંગાનું પુષ્પોથી અભિવાદન કરવામાં આવશે.
આ અવસરે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા દ્વારા તિરંગા યાત્રામાં જોડાવવા સૌ નાગરિકોને અપીલ કરી છે. તિરંગા યાત્રા ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારી રાષ્ટ્ર ચેતના યાત્રા બને તેવી નેમ રાખવામાં આવી છે.


Share to

You may have missed