October 12, 2024

જુનાગઢ સીટી ટ્રાફિક પોલીસના  ફરજ બજાવતા જવાનો તેમજ જી.આર.ડી અને એ,આર,ડી, ના જવાનો ને સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિકક્ષ સાહેબ દ્વારા અભિનંદન પ્રશંસાપાત્ર રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા

Share to

જૂનાગઢ શહેરમાં સીટી ટ્રાફીક શાખાની નજીક ૭૦ વર્ષના વૃધ્ધ માજીને પગમાં ઇજા થતા તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પીટલે પહોચાડવામાં મદદ કરવામાં આવેલ* ટ્રાફીક પોલીસના પી.એસ.આઇ. તથા અન્ય ટ્રાફીક શાખાના જવાનોને આજ રોજ માન. પોલીસ અધિક્ષક સાહેબશ્રી* દ્રારા રૂબરૂ અભીનંદન પાઠવી પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સ્ન્માનીત કરેલ* તથા ભવીષ્યમાં આ પ્રકારે લોકોને ઉપયોગી થવા અને પોલીસ પ્રજાનો મીત્ર છે, તે સૂત્રને સાર્થક કરવા જણાવેલ.*
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં જટાશંકર ખાતે ૧ મહિલાને પગમાં ઇજા થતા* હાજર જી.આર.ડી./એસ.આર. ડી. જવાનોએ પોતે પહેરેલ શર્ટના સ્ટ્રેચર બનાવી* ઈજા થયેલ બેનને ૧૦૦૦ પગથીયા નીચે ઉતારી તેમના પરીવારના સભ્યો સાથે મેળાપ કરાવનાર* જી.આર.ડી./એસ.આર.ડી. જવાનોને આજ રોજ માન. પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્રારા રૂબરૂ અભીનંદન પાઠવી પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સ્ન્માનીત કરેલ* તથા ભવીષ્યમાં આ પ્રકારે લોકોને ઉપયોગી થવા અને પોલીસ પ્રજાનો મીત્ર છે, તે સૂત્રને સાર્થક કરવા જણાવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to