* સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ દેશવ્યાપી અભિયાન ‘હર ઘર તિરંગા’ માં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. રાજ્યભરની સાથે છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.આ અભિયાનમાં જિલ્લાના વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના બાળકો દ્વારા વનસ્પતિઓના પાન, ફૂલ અને રંગોથી રંગબેરંગી રંગોળી બનાવીને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ઇમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
