November 21, 2024

નેત્રંગ ટાઉન મા ખાડે ગએલ વહિવટી તંત્ર ને લઇ ને ઠેરઠેર ગંદકીજેને લઇ ને ટાઉન મા શંકાસ્પદ ડેન્ગ્યુ નો એક કેસ.

Share to



પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૧ સપ્ટેમ્બર,૨૦૨૧.

નેત્રંગ ટાઉન મા ખાડે ગએલા વહીવટી તંત્ર ને લઇ ને ઠેર ઠેર ગંદકી ને લઇને ટાઉન મા રોગ ચારો માથુ ઉચકતા શંકાસ્પદ ડેન્ગ્યુ નો એક કેસ બહાર આવ્યો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.
જેને લઇ ને ટાઉન ની પ્રજા મા ભય નો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.
        જયારે બીજી તરફ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પાંચ દિવસ બાદ પણ કેસ પોઝીઁટીવ કે નેગેટિવ તે કનફોમ નથી કરી શક્યુ ,
નેત્રંગ પંથક મા કોરોના ની ત્રીજી લહેર ના આવે તે માટે લોકો ભગવાન ના જન્મ દિવસે પ્રાથઁના કરી હતી.                                તેવા સંજોગો મા વહિવટી તંત્ર ની નિષકાળજી ને કારણે ઠેર ઠેર ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે બીજી તરફ નહિવત વરસાદ મા પણ રોડ રસ્તાઓ પર બે ફીકર પણે પાણી નો નિકાલ થતો રહયો હોવાથી પાણીજન્ય રોગચાળો ટાઉન મા પોતાનો વિકળા ફેલાવી રહયો હોવાનુ બહાર આવ્યુ છે.                               જેમા નેત્રંગ ટાઉન ના ગાંધીબજાર વિસ્તાર મા જલારામ મંદિર પાસે ના રહેણક વિસ્તાર મા શંકાસ્પદ ડેન્ગ્યુ ની ઝપેટ મા નવ વર્ષ  ની એક બાળકી આવી હોવાનુ ચચાઁઇ રહ્યુ છે. આ બાળકી તા ૨૮ મી ઓગસ્ટ ના રોજ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ હતી. જેને ચાર દિવસની સારવાર બાદ ૧ સપ્ટેમ્બર ના રોજ રજા આપવામા આવી છે,  બાળકી ની તબીયત સુધારા પર છે.                                                જયારે આ બાબતે આરોગ્ય વિભાગ ના જવાબદાર અધિકારી ને પુછતા જણાવે છે. કે આ બાબત હજી કનફોઁમ નથી થઇ કે બાળકી ને ડેન્ગ્યુ છે. કે અન્ય બિમારી ખેર જે હશે તે પણ ?                                હાલ ના સંજોગોમા જ આરોગ્ય વિભાગ ના કમઁચારીઓએ કોરોના કેસ બંધ થતા હાશકારો અનુભવ્યો છે. ત્યારે વહિવટી તંત્ર
ડેન્ગ્યુ. ચીકનગુનીયા સહિત ના પાણીજન્ય રોગ ચારો પોતાનો વિકરાળ પંજો ફેલાવે તે પહેલ કડક હાથે કાયઁવાહી કરે તે જરૂરી છે.
         નેત્રંગ ટાઉન સહિત પંથક મા કોરોના ની સંભવિત ત્રીજી લહેર સાથે સાથે અન્ય રોગચારો પણ હાવી ના થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી , મામલતદાર, બ્લોક હેલ્થ અધિકારી , જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તાત્કાલિક તકેદારી ના પગલા ભરે તે તેમજ ટાઉન માથી ગંદકી દુર કરવામા આવે  અને જરૂરી દવાઓનો છંટકાવ કરાવવામા આવે તેમ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to