November 22, 2024

ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઝઘડિયા- રાજપારડી રોડ પર આવેલ રેતીના ઢગલાઓની માપણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWSભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરુચની ક્ષેત્રીય ટીમ દ્વારા રાજપારડી-ઝઘડીયા રોડ પર આવેલ સાદી રેતી, બ્લેકટ્રેપ અને સિલિકા સેન્ડના ખરીદ, વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજુર કરવામાં આવેલ કુલ ૬૩ સ્ટોક રજીસ્ટ્રેશન વાળા વિસ્તારોની ગત માસ દરમ્યાન કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી . તપાસ દરમ્યાન સ્ટોક રજીસ્ટ્રેશન વાળા વિસ્તારો પર પડેલ અલગ-અલગ ખનિજ જથ્થાના ઢગલાઓની માપણી કરી કુલ રૂ.૧૩૧.૭૨ લાખની દંડકીય રકમ કસુરદારો પાસેથી વસુલવા નોટીસ આપવામાં આવી હતી જે દંડકીય રકમ પૈકી રૂ.૩૦.૮૩ લાખની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડકીય રકમ વસુલવાની કાર્યવાહી હાલ ચાલુ છે તેમજ ભરુચ જીલ્લાના અન્ય વિસ્તારોમાં ખનિજના ખરીદ, વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજુર કરવામાં આવેલ સ્ટોક રજીસ્ટ્રેશન વાળા વિસ્તારોમાં તપાસ હાલ ચાલુમાં છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરુચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ઝઘડીયા તાલુકામાં આકસ્મિક ખનિજ ચેકિંગ હાથ ધરી ખનિજનું બિનઅધિકૃત વહન કરતાં કુલ ૩૫ વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે કેસો પૈકી કુલ ૫૭.૭૧ લાખ રકમની વસુલાત કરવામાં આવી હતી.


Share to