December 5, 2024

*ભરૂચના પંડીત ઠાકુર ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માણના સથવારે” કાર્યક્રમ યોજાયો*

Share to

ભરૂચ – શનિવાર – ભરૂચના પંડીત ઠાકુર ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહાર ના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માણના સથવારે” કાર્યક્રમનુંઆયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો.

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે 27 મી જુલાઈના રોજ વિસરાતી જતી કલા “આખ્યાન માણના સથવારે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તળાજાના સુખ્યાત, વ્યાકરણવિદ, કવિ,વાર્તાકાર અને આખ્યાનકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણભટ્ટ ઉમાકાન્ત રાજ્યગુરૂ પોતાની મપુર રસભર વાણી દ્વારા “કુંવરબાઈનું મામેરું” આખ્યાનનું રસપાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી,માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડો,મહેશ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી પોતાના નવીન, પ્રેરણાદાયી વિચારો રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ભાષા. સજ્જતા અને ભાષા સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ,પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સચિન શાહ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો.


Share to

You may have missed