.*દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત.*
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમ આવ્યો છે. આ ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં આજરોજ સાંજે 4.45 કલાકે બે વ્યક્તિ,
(1) પરેશભાઈ માધુભાઈ ચૌધરી ઉ.વ.42 રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી જી.સુરત તથા
(2) અજીતભાઈ વનસીભાઈ ચૌધરી ઉ.વ.પર રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી જી.સુરત માછલી પકડવા ગયેલા હતા.ઉપરોક્ત બન્ને વ્યક્તિ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી શોધખોળ કરતા પટેશભાઇ માધુભાઇ ચૌધરીની લાશ મળી આવી છે. જ્યારે અજીતભાઈ વનસીભાઇ ચૌધરીની લાશની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું માંડવી તાલુકાના મામલતદારના રીપોર્ટ પરથી જાણવા મળ્યું છે.