મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરી રહેલ ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અન્ય મહાનુભાવો સાથે ભાવસભર વિદાય પાઠવી હતી.
ભૂતાનના રાજા તથા વડાપ્રધાને ગુજરાત મુલાકાત પૂર્ણ કરતા પહેલાં હેલિકોપ્ટરથી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું તેમજ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ જોઈને પ્રભાવિત થયા હતા.