જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા પડી રહેલા ભારે વરસાદને કારણે ઘણા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા દ્વારા વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને
જરૂરિયાત મુજબના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં ભારે વરસાદને પગલે પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોને, પશુઓને બહાર નીકાળવામાં મદદ કરવામાં આવેલ અને પાણીમાં ફસાયેલા તેમજ પાણીમાં તણાતા લોકો તેમજ બીમાર દર્દીઓ નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પોલીસ દ્વારા તાત્કાલિક વૃદ્ધો બાળકો મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવેલ તેમજ પશુઓને પણ બહાર કાઢવામાં માટે જુનાગઢ પોલીસ વહારે આવી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ