November 30, 2024

જૂનાગઢના મેંદરડાના માલણકા મધુવંતી ડેમ ઓવરફલો થતા પિયત સહકારી મંડળીના પ્રમુખ સહિત ખેડૂતોએ શ્રીફળ વધેરી ને નવા નીરના વધામણા કર્યા

Share to

જૂનાગઢના મેંદરડા તાલુકાનો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા પિયત સહકારી મંડળી ના પ્રમુખ લાલભાઈપાનસુરીયા, સભ્ય પરસોતમભાઈ ઢેબરીયા, ચંદ્રેશ ભાઈ ખુંટ, નિલેશ ઢેબરીયા,ગઢવી સાહેબ, વજુભાઈ ગાજીપરા, વજુભાઈ સવસાણી, સમીર દુધાત્રા, મુકેશ પાનસુરીયા, વિજય છોડવડીયા, વિનુભાઈ પાનસુરીયા, ભાવેશ ભાઈ ખુટ,વિનુ ફડદુ, દિનેશ છોડવડીયા, સંદિપ સાવલીયા,ઘુસાભાઈ પાનસુરીયા દ્વારા ગોરમહારાજ પાસે કંકુ,ચોખા અને શ્રીફળ વધેરી ને વિધિવત નવા નિર ના વધામણાં કરવામાં આવ્યા હતા આ વર્ષે મેધરાજા એ હેત વરસાવતા મધુવંતી નો ડેમ વહેલા સર ઓવરફ્લો થતા ખેડૂતો મા આનંદ ની લાગણી પ્રસરી છે આ ડેમ નુ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે જેમાં તાલુકાના ગામડાઓ માનપુર મેંદરડા નાજાપુર ચિરોડા ગાત્રાણા ખીમપાદર આલીધરા જેવા ગામોને કેનાલ મારફતે સિંચાઈનું પાણી મોટાભાગના ગામના‌ ખેતી પિયર માટે આપવામાં આવે છે ખેડૂતોમાં હરખની હેલી છવાય છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed