DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ યુવાઓ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઉદ્યોગ અને ઉત્પાદક યુનિટો સ્થાપવાની વિપુલ તકો સમાયેલી છે- આનંદ ભાડલકર

Share to

જૂનાગઢ તા.૧૬, રાજ્ય સરકારનાં ટેકનોલોજીકલ વિભાગનું સાવલી ટેક્નોલોજી અને બીઝનેશ ઈન્ક્યુબેટર સેન્ટર વડોદરનાં નિયામકશ્રી આનંદ ભાડલકરનાં નેતૃત્વમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેશન સેલનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અંગે માર્ગદર્શન સેમિનાર યુનિવર્સીટીનાં રજીસ્ટ્રાર ડી.એચ. સુખડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યશાળામાં પ્રારંભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસે વિદ્યાર્થીઓ અને આમંત્રીત અતિથીઓને આવકારી કાર્યશાળાની ભુમિકા રજુ કરી, યુનિનાં લાઈફ સાયન્સ ક્ષેત્રે વિદ્યાભ્યાસ કરતા છાત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે જૈવ વિજ્ઞાન ક્ષેત્રે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા અનેકવિધ સંશોધનો થઇ રહ્યા છે. ત્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ એન્ડ એન્ટરપ્રિનીયરશીપ ડેવલપમેન્ટ વર્કશોપ ખરા અર્થમાં વિદ્યાર્થીઓને જીવનોપયોગી બની રહેશે.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયાએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને જૂનાગઢ જિલ્લાનાં વન-સાગર અને કૃષિની અપાર કુદરતી સંપદાઓ વ્યવસાય વર્ધક બનવા ઉપયોગી બને તેમ છે, તેમ જણાવી ઉમેર્યુ હતુ કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાતા વિવિધ સંશોધનો વિદ્યાર્થીઓને જીવન ઘડતરમાં વ્યવસાયીક ક્ષેત્રે ઉપયોગી બનશે.
વડોદરાનાં સાવલી સ્થિત ટેક્નોલોજી એન્ડ બીઝનેશ ઈન્ક્યુબેટર સેન્ટરનાં નિયામક ડો. આનંદ ભાડલકરે ગુજરાતનાં યુવાનોને વિવિધ ક્ષેત્રે વ્યવસાયીક સહાયતા અંગે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા મળવા પાત્ર વિવિધ સહાય યોજનાઓની જાણકારી આપી હતી.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ સંશોધનો સંશોધનકર્તા છાત્રોને વ્યવસાયીક ક્ષેત્રે કેવી રીતે પ્રોત્સાહક બની શકે તેની બૃહદ જાણકારી આપી હતી.સાથે જૂનાગઢ જિલ્લામાં યુવાનો માટે ઉદ્યોગ અને ઉત્પાદક યુનિટો સ્થાપીને વ્યવસાય ક્ષેત્રે આગળ વધવાની વિપુલ તકો સમાયેલી છે તેમ જણાવ્યુ હતુ. કાર્યશાળામાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોતરી દ્વારા તેમનાં પ્રશ્નોની માહિતી મેળવી હતી.
ડો. સુહાસ વ્યાસ. ડો. જતિન રાવલ અને ટીમ દ્વારા ડો. આનંદ ભાડલકરને યુનિ.ની સ્મૃતિચિહ્ન એનાયત કરી બહુમાન કર્યુ હતુ. કાર્યક્રમનાં અંતે ડો. રાજેશ રવિયાએ આભાર દર્શન કર્યુ હતુ.

મહેશ કથિરીયા
બ્યૂરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed