જૂનાગઢના ગીતાબેન પંડ્યાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા જૂનાગઢ પોલીસ દ્રારા ફક્ત ૧ જ ક્લાકમાં શોધી ને અરજદાર મહિલાને પરત કર્યો

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ગીતાબેન હસમુખરાય પંડ્યા જૂનાગઢના વતની હોય, અને જરૂરી કામ સબબ આઝાદ ચોક આવેલ હોય. ગીતાબેન આઝાદ ચોકથી મધુરમથી જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. મધુરમ પાસે ઓટો રિક્ષામાંથી ઉતરતી વખતે તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો POCO કંપનીનો M6 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* ગીતાબેન જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષામાં પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ ગીતાબેન જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ ચેક કરેલ પરંતુ મોબાઇલ ફોન ક્યાંય મળી આવેલ નહિ આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, હાર્દિકભાઇ સિસોદીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ગીતાબેન પંડ્યા આઝાદ ચોકથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા ગીતાબેનનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો POCO કંપનીનો M6 મોબાઇલ ફોન મધુરમ નજીક પડેલ હોય તેવુ ધ્યાને આવેલ*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ ચેક કરતા ગીતાબેનનો મોબાઇલ ફોન મધુરમ પાસે આવેલ દેશી ચુલ્હા રેસ્ટોરન્ટ પાસેથી મળી આવેલ હોય. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ગીતાબેનનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો POCO કંપનીનો M6 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ગીતાબેન પંડ્યાએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા ગીતાબેને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ગીતાબેન પંડ્યાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો POCO કંપનીનો M6 મોબાઇલ ફોન ફક્ત ૧ જ ક્લાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed