માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાની નેમ સાથે આજના 102મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share to

ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મુરલીધરન, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના વરદ્હસ્તે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી AGR-2 યોજનાનો શુભારંભ તેમજ NCOL દ્વારા નિર્મિત ‘ભારત ઓર્ગેનિક આટા’નું લોન્ચિંગ અને દિલ્હી ખાતે અમૂલ ડેરીના સૌપ્રથમ ઓર્ગેનિક શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાનુભાવો દ્વારા ખેડૂતોને નેનો ખાતરની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
#DNS news


Share to

You may have missed