જૂનાગઢમાં ભેસાણમાં હીરામાં મંદીના કારણે 42 ગામડાઓના રત્ન કલાકારો ઉપર રોજી રોટીની લટકતી તલવાર

Share to
જુનાગઢ જીલ્લો દસ તાલુકો ધરાવતો જિલ્લો છે જેમાં મોટાભાગના તાલુકાઓમાં હીરાના કારખાના આવેલા છે જેમાં ભેંસણની અંદર 70 જેટલા કારખાના આવેલા છે જેમાં આજુબાજુના 50 જેટલા ગામડાઓ માથી રત્ન કલાકારો પોતાનું પેટિયું રળવા માટે હીરા ઘસવા આવે છે જેમાં હાલ અત્યારે મંદીના કારણે 20 થી વધારે કારખાનામાં તાળા લાગી ચૂક્યા છે અને હજુ પણ આવતા સમયમાં કેટલા કારખાના બંધ થાય એ કઈન શકાય છેલ્લા દોઢ વર્ષથી મંદિનો માહોલ ચાલી રહ્યો હોય  જેની અસરને કારણે કારખાનામાં 50% હીરા મળતા હોય એટલે કે સવારથી સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નો ટાઈમ છે જેમાં માત્ર બે વાગ્યા સુધી જ કારીગરોને હીરા મળે છે એટલે એક કારીગર 20,000 નું કામ કરતો હતો એ માત્ર 8 થી 9000 નું કામ કરી રહ્યો છે એટલે 50% થી પણ ઓછું કામ રત્ના કલાકારોને થાય છે મોટાભાગના રત્ન કલાકારો હીરા ઉપર પોતાનું જીવન નિર્ભર કરતા હોય જેને લઈને પૂરતા પ્રમાણમાં કામ ન મળતા રત્ન કલાકારોને રોજી રોટી ઉપર લટકતી તલવાર જેવી સ્થિતિ  સર્જાણી છે રશિયા યુક્રેન તેમજ ઇઝરાઇલ જેવા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે જેનેકારણે હીરાનો કાચો માલ અને પોલીસ થયેલા માલની લે વેચ ન થવાને કારણે સુરત ભાવનગર અમદાવાદ જેવા હીરાના હબ ગણાતા મેગા સીટોઑ પણ મંદિના માહોલમાં સપડાયા છે ત્યારે ગુજરાત ના રત્ન કલાકારો ને રોજી રોટી નો સવાલ ઉભો થયો છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to