December 22, 2024

અરવિંદ કેજરીવાલ આવશે જેલમાંથી બહાર, એક જૂન સુધી મળ્યા વચગાળાના જામીન

Share to


દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam) સંબંધીત મની લોન્ડિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો આવ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. જોકે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.

કેન્દ્રીય તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે ‘કોઈપણ નેતાને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી, પછી ભલે તે ચૂંટણી લડતા ના હોય.’ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.

રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, “ગઈકાલે EDએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું અને કહ્યું કે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા જોઈએ કારણ કે પ્રચારનો અધિકાર એ કાયદાકીય અધિકાર છે, બંધારણીય અધિકાર નથી. આ સાચું છે. પરંતુ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો કોઈને સજા થઈ હોય અને કોર્ટ કહે કે તેઓ સજા પર સ્ટે મૂકી રહ્યા છે તો તે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે છે.

તેમને પૂછો કે હાર્દિક પટેલ ચૂંટણી કેવી રીતે લડ્યો? દોષિત ઠેરવવામાં આવતા હાઇકોર્ટે તેના પર સ્ટે મુક્યો હતો. હાર્દિકે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટે તેના પર સ્ટે મુક્યો હતો.

હાર્દિક ચૂંટણી લડ્યો અને ભાજપમાં જોડાયો, જેની સામે તમારી પાસે પુરાવા અને ખાતરી છે, જો કોર્ટ તેના પર પ્રતિબંધ મૂકે તો તેને (પ્રચાર કરવાનો) અધિકાર છે. પરંતુ જે વ્યક્તિ માત્ર આરોપી હોય તેને સ્ટે આપી શકાય નહીં. ED કેવું રાજકારણ કરી રહી છે?.


Share to

You may have missed