સામાન્ય લોકસભા ચુંટણી અંતર્ગત કરેલ મતદાનનો ઇ.વી.એમ. મશીન સાથે મોબાઇલ ફોનમાં ફોટો પાડી સોશીયલ મીડીયામાં સ્ટેટસ તરીકે રાખી મતદાનની ગુપ્તતા ન જાળવી રાખનાર ઇસમને ફ્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ ની મદદથી ગણતરીના કલાકમાં પકડી પાડતી જુનાગઢ બી ડિવીઝન પોલીસ
મ્હે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ નાઓએ આજરોજ સામાન્ય લોકસભા ચુંટણી અન્વયે ત્રીજા શરણના મતદાનનું આયોજન થયેલ હોય જેમાં તમામ નાગરીકો ભયમુક્ત થઇ વધુ પ્રમાણમાં મતદાન કરે તે સારૂ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હોય જેમાં કાયદો વ્યવસ્થા જાળવી મતદાનની પ્રકીયા શાંતીપુર્ણ રીતે પુર્ણ થાય તે રીતે કાળજીપુર્વક નીષ્ઠાથી ફરજ બજાવવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી એચ.પી. ગઢવી નાઓ પો.સ્ટાફ સાથે સતત કાર્યશીલ હોય, મતદાન પ્રક્રીયા દરમ્યાન મતદાન બુથની અંદર કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનીક સેલ્યુઅર/મોબાઈલ ફોન/કોડલેશ ફોન જેવા કોઇપણ વિજાણુ, અન્ય સંદેશા વ્યવહારના સાધનો લઈ જવાની પ્રતિબંધ લાગતુ જાહેરનામુ શ્રી જીલ્લા મેજી. સાહેબ જુનાગઢની કચેરી ક્રમાંક નં.-એમ.એ.જી/સી/જાહેરનામુ/ચ.ટ.ણ/૧૪/૨૦૨૪ થી આજરોજ તારીખ- ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન પ્રક્રીયા પુર્ણ ન થાય ત્યા સુધી પ્રતીબંધ ફરમાવતુ જાહેરનામું અમલમા હોય દરમ્યાન સમાચાર ટી.વી. ચેનલોમાં જુનાગઢ શહેરના એક ઈસમએ મતદાન કરતી વખતે પોતે મતદાન કરે છે અને કોને મત આપે છે તેનો ફોટો પાડી અને ઈન્સ્ટાગ્રામમા વાઈરલ કરેલ અને મતદાન મથકમા ગે.કા રીતે પોતાનો મોબાઈલ ફોન લઈ જઈ અને મતદાનની ગુપ્તતા નહી જાળવેલ તે અંગેના ટી.વી. ચેનલોમાં સમાચાર પ્રસિધ્ધ થયેલ હોય જે સમાચાર ટી.વી. ચેનલોમાં એક ઈસમ મતદાન કરે છે. જે મતદાન કરતી વખતે પોતે મત કોને આપે છે. તે પ્રમાણેની વિગતેનો ફોટો પ્રસીધ્ધ થયેલ હોય જે ફોટામાં મતદાતાએ કરેલ મતદાન વખતે ફોટાની અંદર ઇ.વી.એમ. મશીન સાથે પોતાનો ડાબો હાથ આવતો હોય ડાબા હાથની આંગણીમાં મતદાનનું નીશાન થયેલ હોવાનું અને જે ડાબા હાથમાં કાંડા ઘડીયાલ પહેરેલ હોવાનું જણાઇ આવતુ હોય જેથી ઉપરોક્ત રીતે મતદાન કરનાર ઇસમને શોધી કાઢવો મુશ્કેલ હોય તેમ છતાં લોકલ ક્રાઇમ, જુનાગઢ તથા જુનાગઢ બી ડિવી. પો.સ્ટે. ના પોલીસ સ્ટાફે હકીકત મેળવતા સોશીયલ મીડીયામાં નૈતીક ગઢીયા નામના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ઉપરઉપર મુજબના ફોટો અપલોડ થયેલ હોય જેથી લોકલ ક્રાઈમ, જુનાગઢ ના પોલીસ ઇન્સ.શ્રી જે.જે. પટેલ સા.શ્રી એ પોતાના સ્ટાફ તથા અંગત બાતમીદારો મારફતે સદરહુ ઈન્સ્ટાગ્રામ આઈ.ડીના ધારક- નૈતીક ગઢીયા ના મોબાઇલ નંબર મેળવી ટેકનીકલ સોર્સ, લોકેશન મારફતે તપાસ ચાલુ કરતા જુનાગઢ બી ડિવી. પો.સ્ટે. ના પોલીસ સ્ટાફ દ્રારા સદરહુ ઈન્સ્ટાગ્રામ આઈ.ડીના ધારક- નૈતીક ગઢીયા ને ગણતરીના કલાકમાં પકડી પાડતા મજકુરે ડાબા હાથમાં કાંડા ઘડીયાલ પહેરેલ હોવાની નાની એવી વિગત અંગે ખાત્રી કરી મજકુરને પુછતા પોતાએ ગુન્હો કરેલાનુ એકરાર કરેલ છે. જેથી મજકુરે ગુન્હામાં ઉપયોગ કરેલ સેમસંગ કંપનીનો ચાલુ હાલતનો એન્ડ્રોઇન્ડ ટચ સ્કીન મો.ફોન નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦0/- મતાનો કબ્જે કરી ઈ.પી.કો. કલમ-૧૮૮ તથા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ની કલમ ૧૨૮ મુજબ ગુન્હો રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી બી ડીવિઝન પોલીસ સ્ટેશન, જુનાગઢ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ દ્વારા સંયુક્તમાં પોલીસ ઇન્સ.શ્રી એચ.પી. ગઢવી સા. તથા પોલીસ ઇન્સ.શ્રી જે.જે. પટેલ સા. તથા પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એ. જામંગ સા. તથા એ.એસ.આઇ.શ્રી રસીલાબેન એ. બાબરીયા તથા પોલીસ હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. મયુરાભાઇ કોડીયાતર તથા પો.કોન્સ. રવિન્દ્રભાઇ વાંક તથા પો.કોન્સ. ભુપતભાઈ ધુળા તથા પો.કોન્સ. કરશનભાઇ ભારાઇ નાઓએ મળીને કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
* કુમસગામેથી સોલર સ્ટ્રીટલાઇટને બેટરીનો ભંગારમાં વેચાણ કરવા જતાં બે યુવક ઝડપાયા
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુખાર ચોર ટોળકીથી ભયનો માહોલ. = નેત્રંગ પોલીસની અફવાથી દુર રહેવા લોકોને અપીલ. = અસનાવી ગામે ખાણ ખનીજ વિભાગના વિજીલેનસ ટીમના અધિકારીઓને લોકોએ બાનમા લીધા.