વાલિયા પોલીસે ગ્રામજનોની મદદથી ભમાડીયા ગામેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ 17.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Share to
લોકસભા સામાન્ય ચુંટણીને પગલે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન જીલ્લા કંટ્રોલ રૂમમાંથી ટેલીફોનીક વર્દી મળી હતી કે ભમાડીયા ગામ પાસે ટ્રક નંબર-જી.જે.06.એ.ઝેડ.0326માં વિદેશી દારૂનો જથ્થો હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાતમી વાળી ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 7728 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 7.72 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 17.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી


Share to