December 21, 2024

રાજપીપળા મા બોગસ વોટિંગ નો ચકચારી કિસ્સો સામે આવ્યો

Share to



(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : તા. ૭ . નર્મદા જિલ્લા માં આજે લોકસભા ચૂંટણી નું શાંતિપૂર્ણ રીતે મતદાન થયું પરંતુ રાજપીપળા લાલ ટાવર પાસે આવેલી પ્રયોજન વહીવટદાર ની કચેરી ના બુથ ઉપર એક યુવાન ને જીવનનો પહેલો મત આપવા જતા જ કડવો અનુભવ થયો કેમ કે આ યુવાન ના નામ ઉપર અન્ય કોઈ બોગસ મતદાન કરી ગયું હોવાનું યુવકનું કહેવું છે અને આ યુવાને દલીલ કરી તો તેને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી

મળતી માહિતી અનુસાર રાજપીપળા જુનકોટ વિસ્તાર માં રહેતા તડવી હર્ષ રાજેશભાઈ નામના યુવાન આજે સવારે પ્રોજના વહીવટદાર કચેરી ના બુથ ઉપર જીવન નું પહેલું મતદાન કરવા ગયો ત્યારે કતાર માં ઉભા રહ્યા બાદ જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે બુથ ઉપર હાજર સ્ટાફે કહ્યું કે તું તો મતદાન કરી ગયો છે..!! ફરી કેમ આવ્યો..? બોગસ મતદાન કરવા આવ્યો હોય તો પોલીસ બોલાવું.? આ ધમકી સાંભળી યુવાન ગભરાઈ ગયો અને પોતાના હાથ ની આંગળીઓ બતાવી કે હું મત આપવા આવ્યો જ નથી મારી એકપણ આંગળી પર નિશાન નથી ત્યારે બુથ પર હાજર સ્ટાફ પણ અચંબા માં મુકાઈ ગયો અને ત્યાં ઓહાપોહ થઈ જતાં મીડિયા ને જાણ થઈ ત્યારે આ યુવક હર્ષ તડવી એ મીડિયા ને જણાવ્યું કે મારા નામે અન્ય કોઈ બોગસ મતદાન કરી ગયું છે અને મને હાજર સ્ટાફ પોલીસ ની ધમકી આપે છે.

બોક્ષ : આ બાબતે અમે પ્રાંત અધિકારી ડો.કિશનદાસ ગઢવી ટેલીફોનીક વાત કરી તો તેમણે જણાવ્યું કે આવું બન્યું હોય તો આ યુવકને ટેન્ડર વોટ નાખવા દેવાશે આમાં એક નિયમ છે કે તમારા નામે બીજું કોઈ વોટ નાખી ગયું હોય તો ટેન્ડર વોટ નાંખી શકાય છે.ત્યારે અમે પ્રાંત ને એ સવાલ કર્યો કે આ યુવક તો ટેન્ડર વોટ નાખશે પરંતુ પહેલા જે વ્યક્તિ આ યુવકના નામે બોગસ વોટ કરી ગયું તેનું શું..? ત્યારે પ્રાંત અધિકારી એ જણાવ્યું કે આગલો બોગસ વોટ હમણાં કેન્સલ નહિ થાય પરંતુ જ્યારે કાઉન્ટીંગ થશે ત્યારે ઓબ્ઝર્વર નિર્ણય લેશે હમણાં તો આ યુવક ટેન્ડર વોટ નાખી શકશે.


Share to

You may have missed