December 31, 2024

નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર મૌઝા ગામના પાટીયા પાસે થી જલાઉ લાંકડા ભરેલ ટેમ્પો વનવિભાગે ઝડપી લીધો.

Share to

નેત્રંગ. તા.૨૯-૧૨-૨૪

નેત્રંગ વનવિભાગ ના મહિલા આરએફઓ એમ,એફ દિવાન તેમજ તેમના સ્ટાફ ને મળેલ બાતમી મુજબ મૌઝા ગામના હાથાકુંડી ફળીયા વિસ્તાર માંથી વનવિભાગ કે મામલતદાર ની મંજૂરી વગર ખાટી આમલીનું ઝાડ કાપી એક ટેમ્પા મા જલાઉ લાંકડા ભરી જઈ રહેલ છે. જે બાતમી આધારે વનવિભાગ નેત્રંગ ની ટીમે તા.૨૮મી ના રોજ રાત્રીના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર વોચ રાખતા હાથાકુંડી તરફથી એક આઈસર ટેમ્પો નંબર જીજે-૧૬-એયુ-૦૪૧૧ આવતા ટેમ્પા ચાલક ને ટેમ્પો ઉભો રખાવી તપાસ કરતા ખાટી આમલી ના ઝાડનું જલાઉ આશરે ૭૦ થી ૮૦ કિવન્ટલ માલુમ પડતા જે બાબતે પાસ પરમીટ માગતા રજુ કરેલ નહિ, જેને લઈ ટેમ્પામા ની અટક કરી નેત્રંગ વનવિભાગ ના ખાતાકીય ડેપો પર લાવી કાયદેસર ની કાર્યવાહી વનવિભાગ થકી કરવામા આવતા મંજૂરી વગર ખાટી આમલી જેવા ઝાડોનું નિકદન કરતા વિરપ્પનોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed