December 22, 2024

વિશ્વાસ છે પ્રબળ, વિકાસને મળ્યું છે બળ,વ્યાપકપણે ખીલશે કમળ

Share to

દેડિયાપાડા વિધાનસભાના મોરજડી જિલ્લા પંચાયત સીટના દાબકા ગામે કાર્યકર્તા સંમેલન યોજાયું.



આ સંમેલનમાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.કાર્યકર્તાઓ સાથે મોદી સરકારે ભરૂચ લોકસભામાં કરેલા ઉત્કર્ષ જેવા કે પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા સોલાર પંપથી સિંચાઈની સુવિધાઓ મળી છે જેથી અહીંના વિસ્તારના ખેડૂતોને લાભ મળ્યો છે, નારી સશક્તિકરણ ના કાર્યો સાથે નારી શક્તિને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવાનું કામ પણ સરકારે કર્યું છે તેમજ વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા તેવા હજારો ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા એટલું જ નહીં આવી વનભૂમિ ધરાવનાર ખેડૂતોને પાળાબંધી, જમીન લેવલિંગ કરાવી સિંચાઈ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી, અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા બનાવ્યા, દૂધ ઉત્પાદકો માટે યોજનાઓ બનાવી, માધ્યમિક શાળાઓ બનાવી અને સરકારની રોજગાર લક્ષી નીતિઓ તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે જણાવ્યું અને ઉપસ્થિત ગ્રામજનોને ઊચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન પણ આપ્યું અને સાથે વિકાસ કરતી સરકાર ફરી એકવાર આવે રાષ્ટ્ર હિતના કામો થાય અને સંપૂર્ણ મતદાન થાય એ માટે અપીલ પણ કરી.

આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, સૌ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.


Share to

You may have missed