કલેક્ટર કચેરીએ કાર્યરત કરાયેલા ઈએમએમસી સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.)

Share to

લોકસભા સામાન્ય ચૂંટણી –  ૨૦૨૪

   ભરૂચ- રવિવાર – ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા આવેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચલાવવામાં આવી રહેલા EMMC – ઈલેક્ટ્રોનિક મિડીયા મોનિટરીંગ સેન્ટર ની મુલાકાત લીધી હતી.
       આ મુલાકાત દરમિયાન ભરૂચ નાયબ માહિતી નિયામક સુ.શ્રી ભાવના વસાવાએ થઈ રહેલી વિવિધ કામગીરી અંગે અવગત કર્યા હતા. આ દરમ્યાન જનરલ ઓબ્ઝર્વએ ભરૂચની સ્થાનિક ચેનલ્સ દ્વારા પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમનું નિરીક્ષણ કરી મોનિટરિંગ ટીમ સાથે ચર્ચા કરી હતી.
       EMMC- ઈલેક્ટ્રોનિક મિડીયા મોનિટરીંગ સેન્ટર ઉપરાંત ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં ઉભા  કરાયેલા મુકાયેલા આદર્શ મતદાન બુથની મુલાકાત લીધી હતી.
            આ મુલાકાત દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર.ધાધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૂપ્રિયા ગાંગૂલી, ભરૂચ વિધાનસભાના એ.આર.ઓસુ.શ્રી મનિષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને મોનીટરીંગ સેન્ટરના   અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.         


Share to

You may have missed