ઝઘડીયા તાલુકા માં શિયાલી ગામ ના બાંડાબેડા ફળીયામાં ભરૂચ એલસીબી ની રેડ, આંકડા રમતા આકડિયા સાથે ૧૫ હજાર થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો

Share toભરૂચ LCB ની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી. પોલિસ  વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી, કે શીયાલી ગામના બાંડાબેડા ફળીયામાં રહેતો પ્રવિણ વસાવા નાં  ઘરની પાછળ બેસી સક્ષ બેટીંગના આંક ફરકના આંકડા લખી હાર જીતનો જુગાર રમી રમાડે છે  જે બાતમી આધારે શીયાલી ગામના બાંડાબેડા ફળીયા ખાતે આંક ફરકના જુગાર અંગે LCB  ની ટીમ દ્વારા  રેઇડ કરી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૦,૬૭૦ તથા આંકડાનું સાહિત્ય તથા સાધનો તથા મોબાઇલ નંગ- ૧  જેની કિંમત રૂપિયા ૫,૦૦૦  મળી કુલ ૧૫,૬૭૦ ના મુદ્દામાલ સાથે આરોપી  પ્રવિણ  કુમજી વસાવા ઉ.વ. ૪૫ રહે.બાંડાબેડા ને ઝડપી પાડી  એક આરોપીને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલિસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી


Share to

You may have missed