જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી આમરોલ ગામ પાસેથી કિ.રૂ.૨૬,૭૦૦/- – નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ

Share toશ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી *
શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે મોટી આમરોલ ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૬,૭૦૦/-નો મુદામાલ તથા દારૂની  હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા નંબર GJ-34-P-0207 ને પકડી
પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed