December 22, 2024

છોટા ઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામોલિયાના અધ્યક્ષપદે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ

Share to



લોકશાહીના મહાપર્વમાં મહિલાઓ-યુવાનોની સહભાગીદારી સુનિશ્ચિત કરવું આવશ્યક : શ્રી ધામોલિયા

જિલ્લાના મતદારોને મતદાનનું મહત્વ સમજાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવા પર વિશેષ ભાર આપતા શ્રી ધામોલિયા


છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામોલિયાએ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે અધ્યક્ષપદેથી મહત્વપૂર્ણ બેઠક યોજીને મહિલા અને યુવા મતદારોને વધુમાં વધુ ચૂંટણી પ્રક્રિયા સાથે સાંકળવા માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
વધુમાં શ્રી ધામોલિયાએ પ્રથમ વાર લોકશાહીના મહાપર્વમાં સહભાગી થતા મતદાનની પાત્રતા ધરાવતા ૧૮ વર્ષના યુવાનોના ત્વરિત ચૂંટણી કાર્ડ બનાવવા અને મતદાનનું મહત્વ સમજાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામેગામ ચૂનાવ પાઠશાળાનું આયોજન કરવા સૂચનો કર્યા હતા.
ઉપરાંત મહિલા મતદારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી સગર્ભા-ધાત્રી મહિલા મતદારોને મતદાન વખતે તકલીફનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા ગોઠવવા પણ તાકીદ કરી હતી. વધુમાં આંગણવાડી, સખીમંડળ અને વન મંડળીની બહેનો અંતરિયાળ વિસ્તારોમાં જઈને લોકોને મતદાનનું મહત્વ સમજાવવા અનુરોધ કર્યો હતો. તેઓએ પોસ્ટલ બેલેટ , આઇ ટી એપ્લિકેશન, મતદાન મથકો, મોડલ મતદાન મથકો જેવી વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી.     
આ બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed