. જૂનાગઢ જિલ્લાકક્ષાનો ભૂલકા મેળો તેમજ વાલી સંવાદોત્સવ – 2024 યોજાયો હતો જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કક્ષાના બાળકોને પ્રવૃત્તિમય,આનંદમય અને શિક્ષણનું મુક્ત વાતાવરણ મળી રહે તે માટે ‘પા પા પગલી પ્રોજેક્ટ’ અમલી છે તે અન્વયે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં જૂનાગઢ જીલ્લાના તમામ 𝗜𝗖𝗗𝗦 ઘટકનાં બ્લોક 𝗣𝗦𝗘, મુખ્ય સેવિકા બહેનો, કાર્યકર બહેનો જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી (𝗟𝗢𝗪 𝗖𝗢𝗦𝗧) 17 થીમ પ્રમાણે જૂનાગઢ જીલ્લાના તમામ તાલુકાઓ જુદા જુદા 𝗧𝗟𝗠 બનાવી લાવેલ હતા જેનું 𝗧𝗟𝗠 નિદર્શન રાખેલ હતું જે કાર્યક્રમને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાંગવાન સાહેબ,જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર તેમજ અન્ય અતિથિ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવેલ હતો જેમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી 𝗜𝗖𝗗𝗦 ઘટક ભેંસાણનાં બ્લોક 𝗣𝗦𝗘 જોષી નિતીનભાઈ લાલજીભાઈનાં 𝗧𝗟𝗠 ની પસંદગી કરી જૂનાગઢ જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં પ્રથમ નંબર આપેલ હતો પ્રથમ નંબર મેળવતા જોષી નિતીનભાઈ ને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તેમજ ઉપ પ્રમુખ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિશે મોમેંટ તથા પ્રમાણપત્ર એનાયત કરી કાર્યક્રમની આભાર વિધિ કરી ભવિષ્યમાં જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહી બાળકોના વિકાસ અંગે ચર્ચા પણ કરવામાંઆવી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
* નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ * નદી-નાળામાં ધોડાપુર આવતા કાંઠા વિસ્તારના ગામો સંપર્કવિહોણા બન્યા * બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લોથી અનેક ગામો એલર્ટ કરાયા
આજ રોજ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ
રાજપીપળા-વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર ગરનાળા ઉપરનો રોડ બેસી જતાં માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામ કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરી રસ્તા પરના પાણીનો નિકાલ કરાયોઃ નાંદોદના ધારાસભ્ય તથા પ્રભારી સચિવ એ સ્થળ મુલાકાત કરી