જુનાગઢ ના વિસાવદર લાયન્સ કલબ દ્વારા સરકારી શાળાઓમાં ગુજરાતનાં સમાજશાસ્ત્રી, આત્મકથાકાર નાટયકાર તેમજ નવલકથાકાર ઈન્દુલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) ની જન્મજયંતિની ઉજવણી કરાય. હતી જેમાં વિસાવદર લાયન્સ કલબ દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ સહયોગ સાથે ગુજરાત ના સમાજશાસ્ત્રી આત્મકથાકાર નાટયકાર તેમજ નવલકથાકાર ઈન્દુલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ. ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, માંડાવડ પ્રાથમિક શાળા તેમજ પે. સેન્ટર શાળા લાલપુર સહિતની સરકારી શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ શાળા વાઈઝ યોજવામાં આવેલ નિબંધ લેખન સ્પર્ધામાં દરેક શાળામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,