December 22, 2024

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરતી અમૂલ ફેડરેશનના ૫૦ વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ ની ઉજવણી કરવામાં આવી જુનાગઢ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા પણ જોડાયા હતા

Share to




ગુજરાતના 63 લાખ પશુપાલકો સાથે સંકળાયેલા અને વિશ્વની સૌથી મોટી દૂધ ઉત્પાદન કંપની સંસ્થા અમુલ ફેડરેશન પોતાના પર 50 વર્ષ પુરા કરવા જઈ રહી છે ત્યારે અમુલ સુવર્ણ જયંતી નિમિત્તે દેશના એસએસસી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં સુવર્ણા કાળ અમૂલ ફેડરેશન ઉજવાયો અને હજારો લાખો લોકો આ સુવર્ણ કાળના અમુલ ફેડરેશનના 50 વર્ષ પૂરા થતા આપણે સૌ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતીની ઉજવણી સમારોહમાં જુનાગઢ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા ને પણ સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો.અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત સહકાર ક્ષેત્રના આ સમારોહમાં મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા મહિલાઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને એક અનેરી ગરિમાથી પરિપૂર્ણ બનાવ્યો હતો.

માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના માર્ગદર્શનમાં “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર સાથે ગુજરાતનું સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં 36 લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે, તેમાં પણ 11 લાખ તો નારીશક્તિ છે. સહકારી ઢબે દૂધ ઉત્પાદનના આ કાર્યમાં જોડાઈને બહેનો તેમના પરિવારના આર્થિક ઉત્કર્ષનો આધાર બની છે.અનેક પરિવારોનું ભાગ્ય બદલતી 50 વર્ષની સફળ સફર બદલ GCMMF સાથે જોડાયેલા સૌ પશુપાલક ભાઈઓ -બહેનો ને જુનાગઢ સાવજ દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયા એ આ સુવર્ણ જયંતિ ની ખૂબ-ખૂબ શુભકામના.પાઠવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed