જૂનાગઢ નેત્રમ શાખાને _CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાજયના ડી.જી.પી. દ્રારા ૧૫ મો એવોર્ડ અપાયો

Share to



_જૂનાગઢ માં CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ નેત્રમ શાખાને  સતત ૧૦ મી વખત પ્રથમ નંબર_  _તેમજ માર્ગ સુરક્ષા (ઇ-ચલણ) અંતર્ગત ૩ વખત અને  ૨ વખત ઇ-કોપ એવોર્ડ_કુલ ૧૫ વખત એવોર્ડ આપી જૂનાગઢ નેત્રમ શાખાને સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય._

_ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે._

_જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી,”પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે._
_Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રીની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૩ ના ક્વાર્ટર-૩                                       (તા. ૦૧/૦૭/૨૦૨૩ થી ૩૦/૦૯/૨૦૨૩ સુધીના) સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ૧૦ મી વખત પ્રથમ નંબર આપવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. અંજનાબેન ચવાણને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ દ્રારા નેત્રમ શાખાને પ્રથમ નંબરનો એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૧૦ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં                તમામ ક્વાર્ટરમાં જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ 3 વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે._
  _જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખામાં પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ., રામશી ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, વિક્રમ જીલડીયા, જાનવી પટોડીયા, હીના વેગડા, દેવેન સીંધવ, હરસુખ સીસોદીયા, ચેતન સોલંકી, શિલ્પા કટારીયા, હાર્દીક સીસોદીયા, અંજના ચવાણ, પાયલ વકાતર, તરૂણભાઇ ડાંગર, ગિરીશભાઇ કલસરીયા, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા,  એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલ મહેતા, કીસન સુખાનંદી, ધવલ રૈયાણી, જેમીન ગામી, સતિષ ચૌહાણ  એમ કુલ ૨૬ સ્ટાફ દ્રારા સીસીટીવી કેમેરાથી ૨૪*૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે._  

_જૂનાગઢ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રીલ – ૨૦૨૩ અને જુલાઇ – ૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી – ૨૦૨૪ પણ ડી.જી.પી. શ્રી દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્રારા ફક્ત 3 વર્ષના અંતરે ૧૫ – ૧૫ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે._

_જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા માહે ૦૭/૨૦૨૩ થી માહે ૦૯/૨૦૨૩ વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવી અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજીપી શ્રી નિલેશ જાજડીયા, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી, જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. એચ.ડી.ધાંધલીયા, કેશોદ ડી.વાય.એસ.પી. બી.સી.ઠક્કર તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.કોડીયાતર દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે…._

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to