વિકાસની વહેંચણી મા રાજપીપળાને હળહળતો અન્યાય”

Share toઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લાની સ્થાપના ને 25 વર્ષ થયાં છતાં જિલ્લા ને મળવા પાત્ર કચેરીઓ અને અન્ય પાયા ની સુવિધાઓના વલખાં છે. ત્યારે 2500 કરોડ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પણ રાજપીપલા નગર ને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો મા હમેશા બાદબાકી જ કરાય છે, રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટ ના પ્રોજેકટ  ને પણ કેવડિયા તરફ શિફ્ટ કરી દેવાની તૈયારીઓ થઈ જતા હવે નગર જનો નું સંયમ તૂટી રહ્યો હોય એમ લાગી રહ્યું છે….

આજે રાજપીપળા ના વિવિધ વેપારી મંડળ અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર નર્મદા ને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા રજુ કરી હતી અને નગરના વિકાસને જે નોંધવાનો પ્રયાસ છે તેની સામે પોતાના વાંધાઓ રજૂ કર્યા છે.

રાજપીપળા નગર નર્મદા જિલ્લા નું કેન્દ્ર હોવા છતાં એને ભાજપ સરકાર દ્વારા પંચાયત લેવલે લાવી દેવામાં જિલ્લા ની નબળી નેતાગીરી સામે નગરના પ્રબુદ્ધ નાગરિકોએ બળાપો ઠાલવ્યો હતો.


Share to

You may have missed