જૂનાગઢ ના વાજા નંદીતભાઇનો ૧૪,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાજતા સીસીટીવી કેમેરાની મદદથી જૂનાગઢ પોલીસે શોધી અરજદારને પરત કર્યો

Share to




રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા શોધી આપેલ.*_

_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર વાજા નંદીતભાઇ જયેશભાઇ જૂનાગઢના વતની હોય, નંદીતભાઇ પોતાના પરીવાર સાથે રાજીવ ગાંધી પાર્કમાં ફરવા ગયેલા.. નંદીતભાઇ પોતાના પરિવાર સાથે પાર્કમાં ફરતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો y29 મોબાઇલ ફોન ખીસ્સામાંથી ક્યાંક પડી ગયેલ હોય નંદીતભાઇએ આજુબાજુ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ.* પાર્કમાં ઘણા લોકો આવેલ હોય કોને પૂછવુ?? મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. વિક્રમભાઇ જીલડીયા, વિજયભાઇ છૈયા, પાયલબેન વકાતર એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી નંદીતભાઇ પોતાના પરીવાર સાથે જે પાર્કમાં ગયેલ હોય તે પાર્કના CCTV ફૂટેજ ચેક કરતા એક અજાણી મહિલા દ્વારા નંદીતભાઇનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો y29 મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ જે આધારે તે મહિલાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા તે અજાણી મહિલા એક મોપેડમાં જતા જોવા મળેલ  જે આધારે તે મોપેડનો રજી. નં. GJ-32-Q-4755 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે મોપેડ ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નંદીતભાઇનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો y29 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને નંદીતભાઇ વાજાએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા નંદીતભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો y29 મોબાઇલ ફોન  શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed