November 21, 2024

આજે પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત કિશોરીઓએ ટીવી ચેનલ વંદે ગુજરાત-૧ પર અને મોબાઇલમાં જીઓ એપ મારફતે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ અચૂક નિહાળો

Share to


રાજપીપલા,સોમવાર :- ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા દર સોમવારે ૩ થી ૬ વર્ષના બાળકોના વાલીઓ માટે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ તેમજ દર મંગળવારે સર્ગભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. તા.૨૪-૮-૨૦૨૧ ના રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કલાકે કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્ર્મ પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે. જેમા ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં “મને ગર્વ છે હું મોટી થઈ રહી છું. સ્વચ્છતા અને માસિક સમયનું વ્યવસ્થાપન ભાગ-૨ વિષય પર માર્ગદર્શન રજૂ થનાર હોય તેથી તમામ કિશોરીઓ તથા વાલીઓને કાર્યક્ર્મ બિનચૂક નિહાળવા આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગામ ઓફિસર શ્રીમતી કિષ્નાબેન પટેલ તરફથી અનુંરોધ કરાયો છે.

આ કાર્યક્ર્મનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ-૧ ટીવીના માધ્યમથી DTH,ચેનલ પર અને મોબાઇલમાં જીઓ એપ મારફતે જોઇ શકાશે તેમજ WCD GUJRAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. કોઇ કારણોસર જીવંત પ્રસારણ નિહાળી ન શકયા હોય તેઓ યુ-ટ્યુબ ચેનલ WCD GUJRAT પર, અન્ય કોઇપણ સમયે નિહાળી શકાશે.જયાં DTH કનેક્શન જીઓ યુક્ત મોબાઇલ,નેટવર્ક પ્રોબ્લેમ હોય ત્યાં ડીડી ગિરનાર પર ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી જોઇ શકાશે, તેમ આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગામ ઓફિસર શ્રીમતી કિષ્નાબેન પટેલ જિલ્લા પંચાયત-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦


Share to

You may have missed