સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડીયાપાડા તથા જેન્ડર રીસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘ મહિલાલક્ષી કાયદાઓ અને પોષણ સેતુ અંતર્ગત રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં

Share to

સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડીયાપાડા તથા જેન્ડર રીસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘ મહિલાલક્ષી કાયદાઓ અને પોષણ સેતુ અંતર્ગત રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન વખતસિંહ ગોહિલે કર્યું હતું.
આ કાર્યક્રમ આચાર્ય શ્રીઅનિલાબેન પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપી દીપ પ્રાગટ્ય કર્યા બાદ કોલેજની વિધાર્થિનીઓ દ્વારા પ્રાથૅના રજૂ કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોને પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ શરૂઆત આચાર્ય શ્રી અનિલાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં ડૉ. મીનાક્ષીબેન તિવારીએ પોષણ સંદર્ભ જુદાં જુદાં પ્રકારનાં મિલેટ્સ અંગેની સમજૂતી આપી હતી. ત્યાર બાદ એડવોકેટ શ્રી ભગુભાઈ સી. વસાવાએ ‘ મહિલાલક્ષી કાયદાઓ’ અંગે વ્યક્તવ્ય આપ્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમના અધ્યક્ષશ્રી માનનિય  મોતીલાલ પી. વસાવા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યુ. ત્યારબાદ પ્રમાણપત્ર વિતરણ બાદ પ્રા. શ્રી જીજ્ઞેશકુમાર બી. શિંગોડે આભારવિધિ કરી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી છૂટા પડ્યા બાદ પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું.


Share to