December 18, 2024

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ.

Share to



ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીની હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મીટીંગ નું આયોજન ડીડેયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણી લક્ષી તૈયારીઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી, આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓ એ ગામેગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું, આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમા મનોજ સોરઠીયા પ્રદેશ મહામંત્રી, જયરાજસિંહ રાજ પ્રદેશ મંત્રી, પિયુષ પટેલ જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.@


Share to

You may have missed