જૂનાગઢ માં મૂળ દ્વારકાના વતની પ્રકાશભાઈ ભવનાથ ફરવા આવેલ હોય. અને રૂ ૧,૫૦૦/- રોકડ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ રસ્તામાં પડીજતા જૂનાગઢ પોલીસે શોધીને પરત કર્યું

Share to



રૂ. ૧,૫૦૦/- રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત ૨ કલાકમાં શોધી આપેલ.*_

💫 _જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર પ્રકાશભાઇ રાજુભાઇ ચૌહાણ દેવભુમી દ્વારકાના વતની હોય, અને ભવનાથ ફરવા આવેલ હોય. પ્રકાશભાઇ દાતર રોડથી ઓટો રિક્ષામાં બેસી ભવનાથ મંદીર તરફ જતા હોય, ભવનાથ ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૧,૫૦૦/- રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય, જે પર્સમાં રૂ. ૧,૫૦૦/- રોકડ તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ ATM કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય* પ્રકાશભાઇએ આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા પણ ચેક કરેલ પરંતુ તેમને પર્સ મળેલ નહિ, પ્રકાશભાઇ અહિં ફરવા આવેલ હોય તેમના તમામ ડોક્યુમેન્ટ્સ અને પૈસા તેમા હોય તેઓ અહિ કોઇને જાણતા પણ ના હોય કોની મદદ લેવી? આ બાબતની જાણ કોને કરવી તેની કશી સમજ ના પડતા પ્રકાશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, સુખદેવભાઇ કામળીયા, શિલ્પાબેન કટારીયા એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પ્રકાશભાઇ જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પ્રકાશભાઇનું રૂ. ૧,૫૦૦/- રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ ગિરનાર દરવાજા પાસે ઓટો રિક્ષામાંથી પડતુ હોય તેવું દેખાય આવેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા ઇસમ દ્વારા તે પર્સ ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ CCTV ફૂટેજની મદદથી તે અજાણ્યા ઇસમને શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તેનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પ્રકાશભાઇ ચૌહાણનું રૂ. ૧,૫૦૦/- રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રકાશભાઇએ જણાવેલ કે તેમને આ પર્સ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ પર્સ પોલીસે શોધી આપતા ખુબજ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પ્રકાશભાઇ રાજુભાઇ ચૌહાણનું રૂ. ૧,૫૦૦/- રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ ફક્ત ૨ કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to