જીતાલી ગામ તરફ મળ્યો દારૂ 3.28 લાખનો વિદેશી દારૂ કબ્જે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો
વાલિયા પોલીસે કોંઢ ગામની સીમમાં જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીકથી લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોંઢ ગામની સીમમાં જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીક અવાવરુ જ્ગ્યા પર વિદેશી દારૂનું કટિંગ કરી સગેવગે કરવામાં આવી રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા, પોલીસે સ્થળ પરથી 3 હજાર નંગ બોટલ મળી કુલ 3.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
