December 22, 2024

સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી

Share to


                                 સાગબારની સરકારી વિનયન કોલેજ ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કોલેજ કેમ્પસમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
                        સાગબારાના પાનખલા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે આજરોજ વર્ષ 23-24 ના સપ્તધરા ની ખેલકુદ વ્યાયામ યોગધારા અંતર્ગત તારીખ 2,2,24 થી તારીખ 6,2,24 દરમ્યાન ચાર દિવસીય સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ રમતો જેવી કે એથ્લેટીક્સ 100 ,200,400 મીટર દોડ,ગોળાફેંક ,ચક્રફેંક,કબડ્ડી,ખો ખો,બેટમિન્ટન,ચેસ, કેરમ બોર્ડ,રસ્સા ખેંચ,ક્રિકેટ સહિતની રમતોની આયોજન કરવામાં આવ્યું હતું.
                                   આ ચાર દિવસીય સ્પોર્ટ્સ ડે ની ઉજવણીમાં 150 થી વધુ વિધાર્થીઓ સહિત કોલેજના પ્રોફેસરો અને અન્ય સ્ટાફગણે પણ ભાગ લીધો હતો અને સ્પર્ધાને યાદગાર બનાવી હતી.આ સ્પર્ધાનું સંપૂર્ણ સંચાલન પી.ટી.આઈ.હર્ષદા પટેલ અને પ્રોફેસર લખન વસાવાએ કર્યું હતું.જ્યારે સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ચેતન ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed