નેત્રંગ. તા.૦૬-૦૨-૨૪.
ભરૂચ જીલ્લામા હાથીપગા રોગ દેખાદેતા ડીસ્ટીક હેલ્થ સોસાયટી ભરૂચ દ્રારા રાષ્ટ્રીય હાથીપગા નિમુઁલન કાયઁકમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે.
જેના ભાગ રૂપે નેત્રંગ બ્લોક હેલ્થ ઓફિસર એ.એન.સીંગ ની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. જેના ભાગ રૂપે આજે નેત્રંગ નગરમા ભરાતા હાટ બજાર વિસ્તારમા નેત્રંગ આરોગ્ય વિભાગ ની એક ટીમ દ્રારા હાથીપગા રોગને લગતા પેમપ્લેટ લોકોને વહેચવામા આવ્યા તેમજ કમઁચારીઓ દ્રારા માઇક થકી તેને લગતી માહિતી આપવામા આવી હતી. આ અભિયાન નેત્રંગ તાલુકામાં તમામ વિસ્તારમાં તા.૧૦ થી ૧૨ ફેબુઆરી દરમિયાન ચાલુ છે. આ રોગને લગતી વધુ માહિતી નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે નેત્રંગ આરોગ્ય વિભાગ દ્રારા જણાવવામા આવેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત..
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ